Delhi Violence: દેશદ્રોહના આરોપી ઉમર ખાલિદના કારણે ભડકે બળ્યું દિલ્હી? ભાષણ આગની જેમ વાયરલ
દિલ્હી હિંસા મામલે નવો વળાંક આવ્યો છે. દેશદ્રોહના આરોપી ઉમર ખાલિદનું 17 ફેબ્રુઆરીનું મહારાષ્ટ્રના અમરાવતીમાં આપેલું ભડકાઉ ભાષણ હાલ સોશિયલ મીડિયામાં આગની જેમ વાઈરલ થયું છે. CAA, NRC, અને NPRનો વિરોધ કરી રહેલા ઉમર ખાલિદે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 24 અને 25 ફેબ્રુઆરીના ભારત પ્રવાસ અંગે અમરાવતીમાં કહ્યું હતું કે ટ્રમ્પના આવ્યાં બાદ લોકોએ રસ્તાઓ પર ઉતરી પડવું જોઈએ. મોદી સરકાર દેશના ભાગલા પાડવાનું કામ કરી રહી છે. નોંધનીય છે કે ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં હિંસા ભડકી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે. આ અંગે ભાજપે કહ્યું કે ઉમર ખાલિદે હિંસા ભડકાવાની કોશિશ કરી.
નવી દિલ્હી: દિલ્હી હિંસા મામલે નવો વળાંક આવ્યો છે. દેશદ્રોહના આરોપી ઉમર ખાલિદનું 17 ફેબ્રુઆરીનું મહારાષ્ટ્રના અમરાવતીમાં આપેલું ભડકાઉ ભાષણ હાલ સોશિયલ મીડિયામાં આગની જેમ વાઈરલ થયું છે. CAA, NRC, અને NPRનો વિરોધ કરી રહેલા ઉમર ખાલિદે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 24 અને 25 ફેબ્રુઆરીના ભારત પ્રવાસ અંગે અમરાવતીમાં કહ્યું હતું કે ટ્રમ્પના આવ્યાં બાદ લોકોએ રસ્તાઓ પર ઉતરી પડવું જોઈએ. મોદી સરકાર દેશના ભાગલા પાડવાનું કામ કરી રહી છે. નોંધનીય છે કે ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં હિંસા ભડકી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે. આ અંગે ભાજપે કહ્યું કે ઉમર ખાલિદે હિંસા ભડકાવાની કોશિશ કરી.
દિલ્હી: હિંસાની અફવા ફેલાવવા પાછળ મોટા ષડયંત્રનો ખુલાસો, હૈદરાબાદ અને PAK સાથે જોડાયેલા છે તાર
ભાજપના આઈટી સેલના ચીફ અમિત માલવીયએ ઉમર ખાલિદનો વીડિયો શેર કરતા કહ્યું કે 'દેશદ્રોહના આરોપી ઉમર ખાલિદે 17 ફેબ્રુઆરીના રોજ અમરાવતીમાં એક ભડકાઉ ભાષણ આપ્યું હતું. ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મુસલમાનોને 24 ફેબ્રુઆરીથી ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન રસ્તાઓ પર ઉતરી પડવાનું કહ્યું હતું.'
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube